આડેસર: જાહેરનામાનો ભંગ કરી છરી સાથે ફરતા બે શખ્સો ઝડપાયા

 આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હથિયારબંધીના જાહેરનામા દરમિયાન પોલીસ પેટ્રોલીંગ અને વાહન ચેકિંગમાં બે અલગ અલગ બનાવોમાં છરી સાથે ફરતા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. ફરિયાદ મુજબ તા. ૦૩-૦૧-૨૦૨૬ના રોજ સણવા ત્રણ રસ્તા પાસે પ્રથમ બનાવમાં રામભાઈ ખોડાભાઇ આહિર (ઉ.વ. ૩૫, રહે. આડેસર) પાસેથી છરી મળી આવી હતી. ત્યારબાદ તે જ વિસ્તારમાં બીજા બનાવમાં જિતેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ ભટ્ટી (ઉ.વ. ૪૨, રહે. ફુલવાડી વાસ, આડેસર) પાસેથી લોખંડની છરી મળી આવી હતી. બંને સામે જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ