રાપર તાલુકાના આડેસર પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ, વરણુ ગામે વરણુ દાદાના મંદિર પાછળ આવેલા તળાવ પાસેની કૂવામાં દુર્ઘટના બની હતી. સવારે લગભગ ૭ વાગ્યે ૫૫ વર્ષિય સતિબેન કાનજીભાઈ વાવિયા (રતનપર ગામ) કુદરતી હાજતે ગયાં હતાં ત્યારે તેઓ કૂવામાં પડી ગયા હતા. ઘટના બાદ સ્થાનિક લોકોએ શોધખોળ શરૂ કરી હતી અને લગભગ ૧૦ વાગ્યે તેમનો દેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પલાંસવા સીએચસીમાં લઈ જતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવને લઈને આડેસર પોલીસે એડી દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
The Menu of this blog is loading..........
0 ટિપ્પણીઓ