ગાંધીધામ-ભચાઉ હાઇવે પર 21 ઓગસ્ટની રાતે થયેલા લુંટના ઇરાદે થયેલા મ*ર્ડ*રના ગુન્હાનો ભેદ ઉકેલતા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
માહિતી મુજબ, પડાણા નજીક જુની ARC હોટલ પાસે સર્વિસ રોડ પર ત્રણ અજાણ્યા યુવકોએ ફરીયાદી અને તેના સાથે ચાલતા સુનિલ નટને રોકી મોબાઇલ અને રોકડ રકમ લુંટવાનો પ્રયાસ કર્યો હતો. વિરોધ કરતા સુનિલ નટને છ*રી મારતા તેની મો*ત નીપજાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના વડપણમાં એલ.સી.બી. તથા ગાંધીધામ બી ડીવીઝન પોલીસની ટીમોએ ટેક્નિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી. આશરે 215 જેટલા કેમેરાના 850 GB ડેટા ચકાસતા પોલીસે આરોપીઓને ઓળખી અંજાર તાલુકાના નીંગાળ અને મોટી નાગલપર વિસ્તારમાંથી ઝડપી પાડ્યા.
પકડાયેલા આરોપીઓમાં (1) સિકંદર ઉર્ફે સિકલો (23, નીંગાળ), (2) રમઝાન ચાવડા (21, મોટી નાગલપર) અને (3) ઓસમાણ સાંધાણી (21, મોટી નાગલપર)નો સમાવેશ થાય છે. તેમના પાસેથી બે મોબાઇલ ફોન, કિમત રૂ.30,000 તથા ગુનામાં ઉપયોગ કરાયેલી સ્પ્લેન્ડર મોટરસાઇકલ કબજે લેવાઈ છે.
પોલીસ મુજબ આરોપીઓ રાત્રે એકલ-દોકલ જતા રાહદારીઓને છ*રી બતાવી મોબાઇલ અને રોકડ લું*ટતા હતા. મુખ્ય આરોપી સિકંદર વિરુદ્ધ અગાઉથી અનેક ગુનાઓ નોંધાયેલા છે.
સફળ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, PI એન.એન.ચુડાસમા, PI એસ.વી. ગોજીયા, PSI ડી.જી. પટેલ, PSI એલ.એન. વાઢીયા સહિતની ટીમે મહત્વનો ફાળો
આપ્યો હતો.

0 ટિપ્પણીઓ