આડેસર ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા: પોલીસે ૧૧,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો

 કચ્છ પૂર્વ જિલ્લાના રાપર તાલુકાના આડેસર ગામમાં પોલીસે જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડ્યા છે. આ અંગે આડેસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, તા. ૦૩/૦૮/૨૦૨૬ના રોજ બપોરના ૧૪:૪૫ થી ૧૫:૩૦ કલાક દરમિયાન આડેસર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નરપતસિંહ બળવંતસિંહ વાઘેલા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે આડેસર ગામમાં રામમંદિર પાછળ આવેલ બાવળોની ઝાડીમાં કેટલાક શખ્સો ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે.

મળેલી બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી. જ્યાં પાંચ શખ્સો ગોળ કુંડાળું વળીને તીનપત્તીનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

ઝેડપાયેલા આરોપીઓની વિગત:

નાથાભાઈ ભલાભાઈ સોલંકી (ઉ.વ. ૭૫, રહે. આડેસર, તા. રાપર)

પ્રેમજી દેવજીભાઈ સોલંકી (ઉ.વ. ૪૦, રહે. આડેસર, તા. રાપર)

સામાભાઈ ગોપાલભાઈ ધવડ (ઉ.વ. ૫૨, રહે. માખેલ, તા. રાપર)

રેવાગર કૈલાશગીરી ગૌસ્વામી (ઉ.વ. ૪૦, રહે. મરંડવાસ, આડેસર, તા. રાપર)

દેસરાભાઈ ગોપાલભાઈ ગોહિલ (ઉ.વ. ૫૫, રહે. ફુલવાડી વિસ્તાર, આડેસર, તા. રાપર)

પોલીસે પંચોની રૂબરૂ આરોપીઓની અંગઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપિયા ૧૧,૨૦૦/- તેમજ ગંજીપાના જપ્ત કર્યા છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધીને આડેસર પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ