ગાગોદર ગામે છ શખ્સોએ યુવક પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. લાલજીભાઈ દેવાભાઈ ભરવાડે પોલીસમાં આપેલી ફરિયાદ મુજબ, અગાઉ થયેલા ઝગડાના વેરઝેરને કારણે ગામના જ રમા ઉર્ફે રમેશ સકતા ભરવાડ, બાબુ સકતા ભરવાડ, રવજી ઉર્ફે પપ્પુ રામા ભરવાડ, સકતા રાયમલ ભરવાડ, લાલા ઉર્ફે લાલજી નાગજી ભરવાડ અને લાલા ઉર્ફે લાલજી કાના ભરવાડ સહિતના છ લોકોએ તેમના ઘર પાસે આવી તેમને ગાળો આપી હુમલો કર્યો હતો.
આ દરમિયાન લાલા નાગજી ભરવાડે લોખંડના પાઈપ વડે લાલજીભાઈના પગના ઘૂંટણના ભાગે ઘા કર્યા હતા, જ્યારે લાલા કાના ભરવાડે ધારિયું લહેરાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાની જાણ થતાં ગાગોદર પોલીસે ગુનો દાખલ કરી છ આરોપીઓ સામે તપાસ શરૂ કરી છે.
0 ટિપ્પણીઓ