"Mission Fugitive” હેઠળ ભચાઉ પોલીસે દસ માસથી ફરાર છેતરપીંડીના આરોપીને ઝડપી લીધો



“Mission Fugitive” અભિયાન અંતર્ગત ભચાઉ પોલીસે છેતરપીંડીના ગુનામાં છેલ્લા દસ માસથી ફરાર રહેલા આરોપીને ઝડપી લઈ મહત્વની સફળતા મેળવી છે. પોલીસ મહાનીરીક્ષક ચિરાગ કોરડિયા, પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગના માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. જાડેજાની આગેવાનીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે આરોપી ભરતભાઈ રાણાભાઈ સોલંકી (ઉ.વ. ૨૯), રહે. સુઈગામ, જી. બનાસકાંઠાને ઝડપી લેવામાં આવ્યો. આરોપી લાંબા સમયથી પોલીસથી બચતો ફરતો હતો. તેની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ