રાપર તાલુકાના કીડિયાનગર ગામે બે પરિવાર વચ્ચે બોલાચાલી બાદ મામલો હાથાપાઈ સુધી પહોંચી ગયો હતો. એક પક્ષે નયનાબેન પ્રવીણભાઈ પરમારે ફરિયાદ નોંધાવી હતી કે સોનીબેન મગનભાઈ પરમાર, મુકેશ મગનભાઈ પરમાર, મગનભાઈ પરમાર અને સનમુખ રમેશભાઈ પરમારે ગાળો આપી તેના પતિ સાથે ધોકા વડે માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ જ ઘટનામાં સામે પક્ષે સોનીબેને પણ ફરિયાદ દાખલ કરી છે. તેમની ફરિયાદ મુજબ નયનાબેન પ્રવીણભાઈ પરમાર, પ્રવીણભાઈ પ્રાગજીભાઈ પરમાર અને તુલસી પ્રાગજી પરમારે ગાળો આપી ધોકાથી હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બન્ને પક્ષોની ફરિયાદના આધારે ગાગોદર પોલીસે સામસામે ગુનો નોંધ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
0 ટિપ્પણીઓ