અંજારમાં સાવકા પિતાનો ક્રૂર કૃત્ય: બે વર્ષના દીકરાનું શારીરિક શોષણ, પોલીસે ઝડપ્યો આરોપી

 અંજાર તાલુકાના મોટી નાગલપર ગામમાં માનવતાને શરમાવે એવો કિસ્સો બહાર આવ્યો છે. અહીં એક સાવકા પિતાએ પોતાના બે વર્ષના દીકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો આક્ષેપ થયો છે.


માહિતી મુજબ, આરોપી બાળકને ફરવા લઈ ગયો હતો, પરંતુ બાદમાં ખેતરમાં લઈ જઈ તેના પર શારીરિક અત્યાચાર કર્યો હોવાનું બહાર આવ્યું છે. બાળકને ઈજા થતાં માતાએ પૂછપરછ કરતાં આ હીન કૃત્યનો પરદાફાશ થયો હતો.


અંજાર પોલીસે ફરિયાદના આધારે સાવકા પિતાને ઝડપીને કસ્ટડીમાં લીધો છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી અંજાર પોલીસ સ્ટેશનના પી.આઈ. એ. આર. ગોહિલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ