રાપર: આડેસર પાણીના ટાંકામાં ડૂબી જતાં માતા અને બે બાળકોના મોત


આડેસર | રાપર તાલુકાના આડેસર ગામમાં આજે પરોઢિયે એક દર્દનાક હાદસો બન્યો છે. ગામમાં રહેતા રૈયાબેન રવાભાઈ મકવાણા (28) અને તેમની બે નાનકડી દીકરીઓ આરતીબેન (5) અને આયુષી (3 માસ) ઘરના પાણીના ભૂગર્ભ ટાંકામાં ડૂબી જતાં તેમનાં મોત થયાં છે.

આડેસર પોલીસ સ્ટેશનને મળેલી માહિતી મુજબ સવારે સાડા છ વાગ્યાના સુમારે આ ઘટના બની હતી. ત્રણેય મૃતદેહ પાણીના ટાંકામાંથી ડૂબી ગયેલી હાલતમાં મળી આવ્યા હતા.

પોલીસના પ્રાથમિક તારણો મુજબ, રમતાં રમતાં દીકરી પાણીના ટાંકામાં પડી ગઈ હોય અને તેને બચાવવા માતા ટાંકામાં ઊતરી હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ અકસ્માત છે કે આપઘાત તે અંગે આડેસર પીઆઈ જે.એમ. વાળા વિગતવાર તપાસ હાથ ધરી રહ્યા છે.

મૃતક રૈયાબેનના પતિ ખાનગી કંપનીમાં નાઇટ શિફ્ટમાં કામ કરતા હોવાથી બનાવ સમયે તેઓ ઘરે નહોતા. દંપતીને ત્રણ દીકરીઓ છે અને વચેટ દીકરી ઘરમાં સૂતી હોવાથી તે બચી ગઈ છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે દંપતી વચ્ચે સારા સંબંધો હતા અને પોલીસ વિવિધ કોણથી તપાસ કરી રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ