માહિતી મુજબ, રવેચીનગરના રહેવાસી રામજીભાઈ અમરાભાઈ સોલંકીએ જણાવ્યું કે, અગાઉ થયેલી બોલાચાલીને પગલે ત્રણેય આરોપીઓ — હિતેષભાઈ સામતાભાઈ સોલંકી, ગણેશભાઈ ભીમાભાઈ સોલંકી અને હેમરાજભાઈ ભીખાભાઈ સોલંકી (ત્રણેય મોટી રવ રાપરનાં રહેવાસી) — તેમના ઘરે આવી લાકડાનાં ધોકા વડે હુમલો કર્યો હતો.


હુમલામાં ફરિયાદીને શરીરના વિવિધ ભાગે મુઢ ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં રાપર પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.