કચ્છમાં રવિ પાકના વાવેતરની વચ્ચે યુરિયાની ટૂંકાણ ગંભીર ચિંતા ઉભી કરી રહી છે. આ માત્ર પુરવઠાની ગડબડ નથી લાગે, પરંતુ કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી હોવા જેવી સ્થિતિ દેખાય છે. સરકાર નક્કી કરે તે પ્રમાણે 50 કિલોનું યુરિયું 250 રૂપિયામાં મળવું જોઈએ, પરંતુ ખેડૂતોને 700 થી 750 રૂપિયા સુધી ચૂકવવા પડે છે. આ સીધો ઈશારો કરે છે કે કેટલાક લોકો બજારમાં તંગી ઊભી કરી ખેડૂતોને મોંઘા ભાવે ખાતર લેવા મજબૂર કરી રહ્યા છે.
ખાંડવા થી લઈ ભુજ અને વાંઢિયા સુધીના વિસ્તારના ખેડૂતો કમોસમી વરસાદ, નિષ્ફળ ગોમાસા અને મોંઘા બિયારણની અસરથી પહેલાથી જ પરેશાન છે. આવી સ્થિતિએ ખાતર ન મળવું તેમની મુશ્કેલી અનેક ગણો વધી જાય છે. ઘણા ખેડૂત વહેલી સવારથી લાઇનમાં ઊભા રહે છે, પણ આખો દિવસ વીત્યા પછી પણ ખાતર હાથમાં આવતું નથી. આ દ્રશ્ય ખેતીપ્રધાન સમાજ માટે દુખદ છે.
ખેડૂતોના આક્ષેપ મુજબ કેટલીક ખાનગી દુકાનોમાં ખાતર ઓળખાણ ધરાવતા લોકો કે વચેટિયાઓને પહેલા આપવામાં આવે છે. સામાન્ય ખેડૂત કલાકો ઊભો રહે છતાં ખાલીહાથે પરત ફરે, જ્યારે વચેટિયાઓ જથ્થો સરળતાથી લઈ જાય છે. આવી અસમાનતા ખેડૂતો પ્રત્યે અન્યાય જેવી છે.
ખેડૂત પહેલાથી જ દેવાના ભાર નીચે દબાયેલા છે. ઉછીના લઈને ખેતરો તૈયાર કરે છે, મોંઘા બિયારણ ખરીદે છે અને પાક વાવે છે. પરંતુ જ્યારે પાકને સૌથી વધુ ખાતરની જરૂર પડે એ સમયે જ ખાતર ન મળે તો આખી સીઝન જોખમમાં મુકાઈ જાય છે. આ પ્રશ્ન માત્ર ખેડૂતોનો નથી. તે સમગ્ર ખાદ્યસુરક્ષા શૃંખલાને અસર કરે છે.
સરકારે, નાફેડ અને જિલ્લા પ્રશાસને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને કૃત્રિમ અછત દૂર કરવી જરૂરી છે. અનિયમિત વેચાણ કરનાર પર કડક કાર્યવાહીની જરૂર છે. ખેડૂત દેશના અન્નદાતા છે. તેમની સાથેનો આ અન્યાય સ્વીકાર્ય નથી. ખાતરની સુલભતા સુનિશ્ચિત કરવી એ સરકાર અને સમાજ બંનેની ફરજ છે.
0 ટિપ્પણીઓ