લાકડાવાંઢ-ડાવરી પાસે વીજ શોકથી ગર્ભવતી ભેંસનું મોત

 


બાલાસર નજીક લાકડાવાંઢ-ડાવરી માર્ગ પર વીજ લાઇનની બેદરકારીને કારણે દુર્ઘટના બની છે. હરદાસ હીરા આહિરના ખેતર પાસે વીજ લાઇનના બે થાંભલા છે ત્યાં લંગરીયા પણ નાખેલ છે અને ચાર તાણીયા ખુલ્લા હાલતમાં હતા.


આ કારણે 21 ઓક્ટોબરના સાંજે આશરે ચાર વાગ્યે મકવાણા મનજીભાઈ ભીમાભાઈની ગર્ભવતી ભેંસને વીજ શોક લાગતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું. મૃત ભેંસની કિંમત અંદાજે ₹1,20,000 જેટલી હોવાનું મનાઈ રહ્યું છે.


ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો તેમજ PGVCL (જી.ઇ.બી.)ના કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. મનજીભાઈએ PGVCL બાલાસર વિભાગની બેદરકારીને જવાબદાર ઠેરવી બાલાસર પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ