ધમકી આપી પરિણીતાને હવસનો શિકાર બનાવનાર કાનમેરના શખસ વિરુદ્ધ રાપર પોલીસે ગુનો દાખલ કર્યો

 રાપર શહેરમાં રહેનારી પરિણીતાએ અંતે હિંમત દેખાવી અને પોતાના ઉપર થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે. માહિતી મુજબ કાનમેર ગામના રામા પેથા ડોડિયા (રાજપૂત) નામના શખસે તેને સંતાનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકીના ડરથી મહિલાને જુદાં જુદાં સ્થળોએ લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરાયું હતું.


આ બનાવ ૩ જુલાઈની રાત્રિથી લઈને ૧૯ ઑક્ટોબર સુધી ચાલ્યો હોવાનું રાપર પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. આરોપી વારંવાર પીડિતાને ધમકાવતો અને સમાજમાં બદનામ કરવાની વાતો કરતો હોવાથી મહિલા ભયમાં જીવી રહી હતી. અંતે સતત ત્રાસ અને માનસિક પીડા બાદ તેણે હિંમત એકઠી કરી અને રાપર પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.


હાલ રાપર પોલીસે ગુનો દાખલ કરી કાનમેર ગામના શખસની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ