રાપર:ગેડીમાં યુવકને આપઘાત માટે મજબૂર કરનાર સામે ગુનો

રાપર તાલુકાના ગેડી ગામમાં માનસિક દબાણનો ગંભીર મામલો સામે આવ્યો છે. શક્તિનગરમાં રહેતા પ્રવીણભાઈ હમીરભાઈ ચૌહાણે ઘાસમાં વપરાતી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને ગંભીર હાલતમાં મોરબીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

પ્રવીણભાઈએ રાપર પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું કે, હિરાભાઈ રામરાનગભાઈ તુસાણી અવારનવાર તેમને “તારી ગામમાં ઈજ્જત આબરૂ રહેવા નહીં દઉં” એવી ધમકી આપતા હતા. સતત મળતી ધમકીઓ અને માનસિક ત્રાસને કારણે તેમણે આકરા પગલાં ભર્યાં હતાં.

આરોપી સામે અગાઉ પણ ગાળો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનો ઈતિહાસ હોવાનું ફરિયાદીમાં ઉલ્લેખ કર્યો છે. હાલ રાપર પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ