રાપર: ભીમાસરમાં જોઈને ગાડી ચલાવ! કહીને માર મારવામાં આવ્યો

 રાપર તાલુકાના ભીમાસર ગામે ગાડી ચલાવવાના મુદ્દે થયેલી તનાતન મારામારી સુધી પહોંચી હતી. ફરિયાદી દામજીભાઈ સવાભાઈ ચાવડા બાઈક લઈને મજૂરીએ જઈ રહ્યા હતા ત્યારે ભીમાસર રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે પહોંચ્યા સમયે આરોપીની અલ્ટો કાર ઉભી હતી.


ત્યારે આરોપીએ અચાનક રોંગ સાઈડમાં ગાડી ફેરવતાં ફરિયાદીએ બ્રેક મારી હતી અને “ગાડી જોઈને ચલાવો” એવું કહેતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો. ગુસ્સામાં આરોપી અલ્ટો કારમાંથી ધોકો લઈને બહાર આવ્યો અને ફરિયાદીને માર માર્યો હતો.


ઘટનાની જાણ થતા આડેસર પોલીસ મથકે દેવા રાઘુ કોલી સામે ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ