મામલો એ રીતે હતો કે રાપર પોલીસ મથકે અંબાવી ભચુ ચૌધરી (પટેલ)એ બાબુ કાના બારસણિયા, મમુળજી માદેવા કારોત્રા, અમરશી કેસા ચૌધરી અને અરવિંદ ભવાન બાંભણિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. દીવાની દાવા અને કલેક્ટર કચેરીમાં ચાલી રહેલા કેસને લઈ મનદુઃખ રાખી આ આરોપીઓએ ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
પોલીસે તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ અદાલતમાં રજુ કરી હતી. રાપર કોર્ટએ આ કેસમાં આરોપીઓને દોષી ઠેરવી બે વર્ષની સાદી કેદ અને પ્રતિ વ્યક્તિ રૂ. 500 દંડની સજા ફટકારી હતી.
આ ચુકાદા સામે આરોપીઓએ અપીલ દાખલ કરતા ભચાઉ સેશન્સ કોર્ટએ બન્ને પક્ષની દલીલો સાંભળી અંતે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
આ કેસમાં આરોપીઓ તરફથી વકીલ હિતેન્દ્રસિંહ બી. વાઘેલા, એમ.ડી. ગઢવી, નરેન્દ્રસિંહ બી. જાડેજા, અશ્વિન આર. ઢીલા, વિજયભાઈ ગઢવી, કલ્પેશ એન. વાણિયા અને હરપાલસિંહ કે. જાડેજા હાજર રહ્યા
હતા.
0 ટિપ્પણીઓ