ભીમાસર ગામે ખુલ્લામાં જુગાર રમતા ચાર જણાની ધરપકડ





રાપર તાલુકાના ભીમાસર ગામમાં જાહેરમાં જુગાર રમતા ચાર વ્યક્તિઓને પોલીસે ઝડપી લીધા છે. પોલીસે તેમના પાસેથી રોકડા રૂપિયા ૧૪,૮૫૦ અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૨૦,૮૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.


માહિતી મળ્યા બાદ પોલીસ દળે ભીમાસરથી હમીરપર જતાં માર્ગ પર આવેલ દલાભાઈ કમાભાઈ ચૌહાણના ખેતર પાસેના ઓરડા આગળ દરોડો પાડ્યો હતો. ત્યાં ખુલ્લામાં ગંજીપાના વડે જુગાર રમતા વીરાભાઈ ખીમાભાઈ સોલંકી, લખમણભાઈ મોમાયાભાઈ કોળી, બાબુભાઈ હરિભાઈ પરમાર અને માદેવાભાઈ ગાંગાભાઈ ચૌહાણને ઝડપાયા હતા.


પોલીસે તમામ સામે જુગારધારાની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ