નવી દિલ્હી : GST કાઉન્સિલની બેઠકમાં મોટા ફેરફારોની જાહેરાત થઈ છે. હવે માત્ર બે મુખ્ય GST દર — 5% અને 18% — જ અમલમાં રહેશે. હાલના 12% અને 28% સ્લેબ દૂર કરાયા છે.
કયા માલસામાન સસ્તા કે મોંઘા?
દૂધ, પનીર, રોટલી, પરોઠા, પિત્ઝા બ્રેડ, ખાખરા જેવી વસ્તુઓને GSTમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.
બટર, ઘી, ચીઝ, નમકીન, ચોકલેટ, પાસ્તા જેવી ખાધ વસ્તુઓ હવે માત્ર 5% GST હેઠળ આવશે.
જીવન વીમા અને હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી પર લાગતો GST હવે દૂર કરવામાં આવ્યો છે.
કૅન્સર અને ગંભીર રોગોની દવાઓ પરનો GST દર 12%માંથી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. કેટલીક જીવદાયી દવાઓ પર હવે શૂન્ય (nil) GST લાગુ થશે.
એસી, ટીવી, ડીશવોશર જેવા ઇલેક્ટ્રિક ઉપકરણો પર GST 28%માંથી ઘટાડી 18% કરાયો છે.
નાની કાર (પેટ્રોલ 1200cc સુધી, ડીઝલ 1500cc સુધી, લંબાઈ 4 મીટરથી ઓછી) અને 350cc સુધીની બાઇક પર હવે 18% GST લાગશે.
ટ્રેક્ટર પરનો દર 12%માંથી ઘટાડીને 5% કરાયો છે.
શિક્ષણ સંબંધિત સ્ટેશનરી વસ્તુઓને પણ GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે.
લક્ઝરી અને સિગારેટ-તંબાકુ મોંઘા
સિગારેટ, તંબાકુ, બીડી, પાનમસાલા, યાઝ્ટ, હેલિકોપ્ટર જેવી લક્ઝરી અને “સિન ગુડ્સ” પર હવે 40% GST લાગશે. જોકે તંબાકુ અને પાનમસાલા પર આ નવો દર થોડા સમય બાદ લાગુ થશે.
અમલ ક્યારે?
આ નવા GST દરો 22 સપ્ટેમ્બર, 2025થી દેશભરમાં અમલમાં આવશે.

0 ટિપ્પણીઓ