નેપાળ સરકારે 26 ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂક્યો

 


કાઠમંડુ, તા. 4 સપ્ટેમ્બર : નેપાળ સરકારે ફેસબુક, વોટ્સએપ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર (X) સહિત કુલ 26 સોશિયલ મીડિયા તથા ડિજિટલ પ્લેટફોર્મ્સને બંધ કરવાનો આદેશ આપ્યો છે. સરકારે કંપનીઓને 7 દિવસમાં પોતાના લોકલ ઓફિસ ખોલવા, ફરિયાદ નિવારણ વ્યવસ્થા ઉભી કરવા અને આત્મનિયમનના નિયમો અમલમાં લાવવા માટે કહ્યું હતું, પરંતુ સમયમર્યાદા દરમિયાન શરતો પૂર્ણ ન કરનાર પ્લેટફોર્મ્સ પર આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ મેટાના પ્લેટફોર્મ્સ (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, મેસેન્જર), સાથે જ યૂટ્યુબ, ટ્વિટર (X), લિંકડઇન, સ્નેપચેટ, ડિસ્કોર્ડ, રેડિટ, થ્રેડ્સ, ક્વોરા, ટંબલર, ક્લબહાઉસ સહિતના અનેક પ્લેટફોર્મ્સ હવે નેપાળમાં ઉપલબ્ધ નથી. જો કે, ટિકટોક, વાયબર, પોપ્પો લાઇવ જેવા થોડાક એપ્સે સરકારની શરતો પૂરી કરી હોવાથી તેઓ ચાલુ રહેશે. સરકારનું કહેવું છે કે આ પગલું સાયબર ક્રાઇમ, ખોટી ઓળખ અને ખોટી માહિતીના પ્રસારને રોકવા માટે આવશ્યક છે. બીજી બાજુ, ડિજિટલ હક્ક કાર્યકરો અને પત્રકારો આ નિર્ણયને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ ગણાવી રહ્યા છે. સરકાર તરફથી સ્પષ્ટ કરાયું છે કે જે કોઈ પ્લેટફોર્મ નિયમોનું પાલન કરશે તેને તરત જ ફરીથી શરૂ કરવાની મંજૂરી અપાશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ