ગાંધીધામના મચ્છુનગર વિસ્તારમાં એક દુઃખદ બનાવ બન્યો હતો. અહીં 32 વર્ષીય અરવિંદ વરજાંગભાઈ સોલંકી પોતાના ઘરે સાંજે પાણી ભરવા માટે ટાંકી પાસે ગયા હતા. દરમિયાન તેઓ પલટી ખાઈ ટાંકીમાં પડી ગયા હતા. આસપાસના લોકોએ તેમને બહાર કાઢી તરત જ હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ સારવાર પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધ્યો છે.
0 ટિપ્પણીઓ