રાપર મેળામાંથી ચોરાયેલ બાઈક સાથે એક આરોપી પકડાયો






 રાપર : તાલુકાના રવેચી મેળામાંથી ચોરી ગયેલી મોટરસાઈકલ સાથે રાપર પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે.


મળતી માહિતી મુજબ, રાપર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. તે દરમ્યાન રવેચી મેળામાંથી ચોરાયેલી TVS કંપનીની રાઇડર મોટરસાઈકલ (રજી.નં. GJ-12-ES-7953, કિમત અંદાજે 40,000) કબ્જે કરી એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે.


પકડાયેલ આરોપીનું નામ ભરતભાઈ ચોથાભાઈ કોલી (ઉંમર 28, રહેવાસી કલ્યાણપર-ખડીર, તા. ભચાઉ) હોવાનું જાણવા મળ્યું છે.


આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. બુબડીયા, પો.સ.ઇ શ્રી આર.આર. અમલીયાર તથા સર્વેલન્સ સ્ટાફની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.


ઉલ્લેખનીય છે કે, પોલીસ મહા નિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા ના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જિલ્લામાં ચોરીના ગુનાઓ સામે સતત કાર્યવાહી 

ચાલુ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ