લદ્દાખમાં થયેલી હિંસા પછી કાર્યકર સોનમ વાંગચુકની ધરપકડે સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપ સરકાર હવે લોકશાહીને નથી, માત્ર સત્તાને બચાવવા જ પ્રયત્નશીલ છે.
✦ “પ્રજાની માંગ કે ગુનો?”
લદ્દાખની જનતા રાજ્યપદ અને છઠ્ઠી અનુસૂચિની માંગ કરે છે, એમાં શું ગુનો છે?
પણ ભાજપ માટે આ માગણીઓ “રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો” બની જાય છે.
સરકારને પ્રશ્ન પૂછો તો દેશદ્રોહી,
પ્રજાના અધિકાર માંગો તો જેલ!
✦ ભાજપનો દમનશાહી ખેલ
વાંગચુકને પોતાના ઘરથી 1,000 કિમી દૂર જોધપુરની જેલમાં ખસેડવામાં આવ્યા. શું આ ન્યાય છે કે બદલો?
ઇન્ટરનેટ બંધ, કર્ફ્યૂ લાદો, NGOનું લાઇસન્સ રદ — પ્રજાને શાંત કરવાના બદલે પ્રજાને દબાવવા ભાજપની ઓળખ બની ગઈ છે.
ઘરમાં તોડફોડ, કચેરી બંધ — એ સરકારની નીતિ છે
✦ ભાજપના વચનો : કાગળ પર, વાસ્તવિકતા : કફન પર
લદ્દાખને વિકાસના સ્વપ્નો બતાવનાર ભાજપ આજે લોકશાહી પર બુલડોઝર ચલાવી રહી છે.
જ્યાં લોકો રોજગારી, જમીન અને સંસાધનોની સુરક્ષા માંગે છે, ત્યાં ભાજપ સુરક્ષા દળો અને જેલની સજા આપી રહી છે.
✦ ભારત કે “ભાજપ રાજ્ય”?
પ્રશ્ન એ છે કે શું ભારતની સરકાર હવે માત્ર એક પક્ષની ઇચ્છા પર ચાલે છે?
જો લોકશાહી આ રીતે ગળે ઘૂંટવામાં આવશે તો દેશને લોકશાહી કહેવું એ પણ કટાક્ષ બની જશે.
આ આખી ઘટના ભાજપની અસહિષ્ણુતા, અહંકાર અને લોકશાહી પ્રત્યેના અસન્માનનો જીવંત પુરાવો છે.
લદ્દાખમાં આજે જે દમન થયું છે, એ કાલે દેશના અન્ય ખૂણે પણ થઈ શકે છે. કે ગુન્ડાગીરી?

0 ટિપ્પણીઓ