1 ઓક્ટોબરથી અમેરિકામાં દવા આયાત મોંઘી

 

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે 1 ઓક્ટોબર, 2025થી બ્રાન્ડેડ અને પેટન્ટવાળી દવાઓની આયાત ઉપર 100 ટકા ટેરિફ લાગશે. જોકે જે કંપનીઓ અમેરિકા અંદર ફાર્માસ્યુટિકલ ઉત્પાદન પ્લાન્ટ બાંધવાનું શરૂ કરી ચૂકી છે, તેમના માટે આ ટેરિફ લાગુ નહીં થાય. “IS BUILDING”ની વ્યાખ્યા મુજબ જમીન ખોદકામ કે બાંધકામ ચાલુ હોવું આવશ્યક છે.


આ જાહેરાત બાદ ભારતીય ફાર્મા શેરોમાં નકારાત્મક અસર જોવા મળી. સન ફાર્મા, સિપ્લા, બાયોકોન જેવા મોટા કંપનીઓના શેરોમાં 2 થી 5 ટકા સુધી ઘટાડો નોંધાયો, જ્યારે નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સમાં પણ 2 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો.


વિશ્લેષકોનું માનવું છે કે તાત્કાલિક જોખમ ઓછું છે કારણ કે ભારતમાંથી અમેરિકા જઈ રહેલી દવાઓમાં મોટાભાગે જનરિક દવાઓ છે, જ્યારે ટ્રમ્પનો ટેરિફ બ્રાન્ડેડ અને પેટન્ટવાળી દવાઓ માટે છે. છતાં ભવિષ્યમાં જો નીતિનો વિસ્તાર થાય તો ભારતીય નિકાસ માટે મોટું પડકાર ઊભું થઈ શકે છે.


અમેરિકા અંદર બાંધકામ શરૂ કરનારી દવા કંપનીઓ માટે આ નીતિ રોકાણની તક સાબિત થઈ શકે છે, પરંતુ વૈશ્વિક વેપાર વાતાવરણ માટે અસ્થિરતા વધારનાર સાબિત થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ