ભુજ : પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર પૂર્વ કચ્છ-ગાંધીધામ દ્વારા જિલ્લામાં મિલ્કત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા માટે આપવામાં આવેલા સુચનાના અનુસંધાને એલ.સી.બી. ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જી. પટેલની આગેવાનીમાં પેટ્રોલીંગ દરમ્યાન આદિપુર ડીસી-૫ વિસ્તારમાં બાવળની ઝાડીઓમાંથી બે શખ્સ ઝડપાયા હતા. તેમના કબ્જામાંથી ચાર મોટરસાયકલ મળી આવી હતી.
પકડાયેલા શખ્સો
1. હિરા ઉર્ફે પપ્પુ મુકેશભાઈ ભીલ (ઉ.વ. 23, રહે. ખેડોઈ તા. અંજાર)
2. દિલીપ કમલેશભાઈ ભીલ (ઉ.વ. 19, રહે. વરસામેડી તા. અંજાર)
મુદ્દામાલ (કુલ કિ.રૂ. 1,05,000/-)
યામાહા મોટરસાયકલ (રજી.નં. GJ-12-EQ-1631) – રૂ. 25,000/-
હિરો સ્પ્લેન્ડર પ્લસ (નંબર પ્લેટ વગર) – રૂ. 30,000/-
હિરો સ્પ્લેન્ડર પ્લસ (નંબર પ્લેટ વગર) – રૂ. 40,000/-
હિરો સ્પ્લેન્ડર પ્લસ (નંબર પ્લેટ વગર) – રૂ. 10,000/-
પ્રાથમિક પૂછપરછ દરમ્યાન બંનેએ અંજાર, આદિપુર અને ગાંધીધામમાંથી મોટરસાયકલો ચોરી કર્યાની કબૂલાત આપી છે.
મોડસ ઓપરેન્ડી
બંને ઈસમો પાર્કીંગ એરિયામાં લોક વગર પાર્ક કરેલી મોટરસાયકલોને ડાયરેક્ટ વાયરિંગ કરી ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે.
પકડાયેલા આરોપીઓને આદિપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.

0 ટિપ્પણીઓ