“તેરા તુજકો અર્પણ” અંતર્ગત લાકડીયા પોલીસ દ્વારા ગુમ થયેલા રૂ.70,000ના મોબાઇલ માલિકોને પરત


 ભચાઉ તાલુકાના લાકડીયા પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત ગુમ થયેલા પાંચ મોબાઇલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. ગુમ થયેલા આ મોબાઇલની કુલ કિંમત રૂ.70,000 જેટલી હતી.


મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરાડીયા (સરહદી રેન્જ, ભુજ), મ્હે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર (પૂર્વ કચ્છ, ગાંધીધામ) તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા (ભચાઉ વિભાગ) દ્વારા આપવામાં આવેલી સુચના મુજબ પોલીસ-પ્રજા વચ્ચે વિશ્વાસ અને સમન્વય વધારવા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.


પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ CEIR પોર્ટલ, ટેક્નિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સની મદદથી વિવિધ કંપનીના મોબાઇલ ફોન ટ્રેસ કરવામાં આવ્યા. બાદમાં માલિકોને લાકડીયા પોલીસ સ્ટેશન ખાતે બોલાવી તેમના મોબાઇલ સુપ્રત કરવામાં આવ્યા હતા.


મુદ્દામાલની વિગતઃ


સેમસંગ F15 મોબાઇલ – રૂ.11,000


એપલ iPhone 15 – રૂ.30,000


સેમસંગ ગેલેક્ષી A21 – રૂ.9,000


ઓપો F27 – રૂ.12,000


રીઅલમી C65 – રૂ.8,000



કુલ કિંમત: રૂ.70,000


આ કામગીરીમાં લાકડીયા પોલીસ સ્ટાફની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. “પોલીસ પ્રજાનો મિત્ર” સૂત્રને સાર્થક કરતી આ કામગીરીથી પ્રજામાં વિશ્વાસ વધ્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ