રાપર: છ મહિનાના બકરાની ક્રૂર હત્યા, બે આરોપી સામે ફરિયાદ દાખલ

 

રાપર પોલીસે છ મહિનાના બકરાની હત્યાનો ગુનો નોંધ્યો છે. ફરીયાદી, રાપર પાંજરાપોળના જીવદયા મંડળના રાજેન્દ્ર નટવરભાઈ કોઠારી મુજબ, આરોપીઓ સિકંદર પટેલ અને કલીનમીંયા જખુમીંયા મન્સુરી (બન્ને આડેસર, મૂળ બિહાર) દ્વારા બકરાના જીવતા બચ્ચાના ડોકમાં છરીના ઘા મારીને તેને મારી નાખવામાં આવ્યો. ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને પ્રાણી ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ