આડેસરમાં પાણીની લાઈન મુદ્દે તકરારથી મારામારી, પ્રતિ ફરિયાદ નોંધાઈ

 રાપર તાલુકાના આડેસર ગામે પાણીની લાઈન દબાવવાના મુદ્દે થયેલી તકરાર મારામારી સુધી પહોંચતા, બંને પક્ષની પ્રતિ ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદી ભરતભાઈ નોંધાભાઈ મરંડે પોલીસને જણાવ્યું મુજબ, ઘટના ડોરી સીમ વિસ્તારમાં બની હતી. ફરિયાદી કપાસમાં રાપડીયુ ચલાવી રહ્યા હતા, જ્યારે તેમના પિતા ખેતરમાં આટો મારતા હતા. એ સમયે સાહેદ ખેતરમાં જુવારના પાકમાં ખડ ભરી રહ્યા હતા.


આ દરમિયાન કાશીરામ અંબારામ વરણવા, પ્રવીણભાઈ કાશીરામ વરણવા, રામજી કાશીરામ વરણવા અને ભાવેશ કાશીરામ વરણવા ટ્રેકટર અને બાઈક લઈને સ્થળે આવ્યા. ફરિયાદીના પિતાએ તેમને સમજાવ્યું કે તેમના ખેતરના સેઢા પરથી જતા રસ્તામાં પાણીની લાઈન દબાવાઈ છે, તેનું લેવલ બરાબર નથી અને ખેતરમાં પથ્થર નાખવામાં આવ્યા છે, જેના કારણે ઉભેલા જુવારના પાકને નુકસાન થયું છે. આ બાબત સરખી કરવાની વાત કરતાં આરોપીઓ ઉશ્કેરાઈ લાકડી અને ધોકા વડે હુમલો કરી ફરિયાદીને ફ્રેક્ચર સહિત ઈજાઓ પહોંચાડી અને પાકને નુકસાન કર્યું.


આ મામલે આડેસર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ