રાપરતાલુકાના બેલા ગામમાં રૂઢિવાદી પરંપરામાંથી મુક્તિ અપાવતા મૂકેશ બગડા


રાપર તાલુકાના બેલા ગામના મૂકેશ બગડા 
બેલા
લાજ એટલે કે “ઘૂંઘટ” અને આ પ્રથા પરંપરાથી ચાલી આવતી પ્રથા છે તેમાંથી મુક્તિ આપવાની વાત લખતા પહેલા એ પંક્તિ યાદ આવે છે કે. “પરિવર્તન એ સંસારનો નિયમ છે” એ મુજબ મૂળ “બેલા” ગામના રહીશ અને હાલ રાપર તાલુકાના આડેસર ગામે રહેતા મુકેશભાઈ બગડા દ્વારા તેમની પત્ની વર્ષા ને લાજ રાખવાની પ્રથા માંથી મુક્તિ આપી છે.

અને કહે છે કે. દીકરી પરણીને બીજા ઘરે વહુ બનીને જાય છે ત્યારે પારકાઓને પોતાના બનાવે છે એ માટે બીજા ઘરે બધાની મર્યાદાઓ જાળવવાની હોય છે. વળી અમુક

મહિલાઓ નાભિ સુધી લાજ તાણતી હોય પરંતુ બોલવા ચાલવા મા કે વાણી વર્તનમાં કોયની મર્યાદા જાળવતી ન હોય તો તે નાભી સુધીની

લાજ વ્યર્થ કહેવાય.

આમ બાહ્ય દેખાવ કરતા આંતરિક રીતે કુટુંબ પરિવારમાં શાંતિથી અને એક વહુને શોભે તેવી

રીતે રહે તે જરૂરી છે. એટલું જ નહીં પરંતુ આજના ઝડપી જમાનામાં મહિલાઓ પુરુષ સમોવડી બની ચુકી છે ત્યારે લાજ રાખતી હોય પણ વાણી વર્તન અને રહેણી કહેણીથી બધા નાં દિલ દુભાવતી હોય તો તે લાજ કોય કામ ની નથી રહેતી.

વળી મહિલા હોય કે પુરુષ દરેકને તેની મર્યાદા સાથે જીવવુ જોઈએ.અને એક પતી તેની પત્ની પાસે જે અપેક્ષા રાખે છે.એ પતિએ પણ તેની પત્નીને સન્માન આપવુ જોઈએ. એટલે જ તો કોઈએ કહ્યુ છે કે. “જે ઘરમાં સ્ત્રીનું સન્માન નથી એ ઘર સ્મશાન સમાન છે" આ કિસ્સા પર થી સમાજના અન્ય લોકો પ્રેરણા મેળવે તેવી અપેક્ષા સહ વાચકોને સપ્રેમ સમર્પણ......
 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ