દર વર્ષે 6 ડિસેમ્બર આવે છે અને ઘણાં લોકો પોતાના સામાજિક માધ્યમો પર ડૉ. બાબાસાહેબ આંબેડકરના ફોટા મૂકે છે, "જય ભીમ" લખે છે, અને થોડાક કલાક માટે જાતીય સમાનતા અને સમાજ સુધારણાની વાત કરે છે. પરંતુ પછી શું? બીજે જ દિવસે એ જ લોકો પુરાતન માન્યતાઓ, ભેદભાવ, અને અન્યાયી પ્રથાઓને સમર્થન આપે છે. આ વ્યક્તિઓ માટે “જય ભીમ” માત્ર એક દિવસનું શોખ છે, કાયમી માર્ગદર્શિકા નહીં.
બાબાસાહેબના વિચારોથી દુરતા:
બાબાસાહેબના જીવનનો મુખ્ય સદેશ્ હતો - શિક્ષણ મેળવો, સંગઠિત થાઓ અને સંઘર્ષ કરો. પણ શું આ વિચારધારા આપણી રોજિંદી જીંદગીમાં દેખાય છે? નહી. સમાજમાં જાધેપંચાયતની બેદરકારી, ઊંચ-નીચનો ભેદભાવ, સ્ત્રીઓ માટે સમાનતાનો અભાવ, અને આરક્ષણને માત્ર હક તરીકે જોવું – આ બધું બતાવે છે કે બાબાસાહેબના વિચારોને લોકો ફક્ત પાત્રમાં પૂજ્ય છે, જીવનમાં નહિ.
શ્રદ્ધા કે પાખંડ?
આમ જુઓ તો દર વર્ષે મળતા એક દિવસના આ ચમકધમક કાર્યક્રમો પાખંડ સિવાય કંઇ નથી. શ્રદ્ધા તેનો અર્થ છે વિચારધારાને અપનાવવી અને જીવનશૈલીમાં બદલાવ લાવવો. શ્રદ્ધાનું મૂલ્ય છે જ્યારે તમે વ્યક્તિગત જીવનમાં બાબાસાહેબના સિદ્ધાંતોને પ્રત્યક્ષ પાળો. આ માટે જરૂરી છે - ભ્રમો છોડવા, જાતપાત વિના સૌને એક માનવાની દ્રષ્ટિ રાખવા, અને ન્યાય માટે અવાજ ઉઠાવવો.
જાગો અને બાબાસાહેબને સાચા અર્થમાં માનો:
એક દિવસ માટે "જય ભીમ" બોલવું તમારું કામ પૂરૂં કરતું નથી. બાબાસાહેબનો આદર એ છે કે તમે એમણે બતાવેલા માર્ગ પર ચાલો.
ભેદભાવને નામંજૂર કરો.
સ્ત્રીઓ માટે સમાનતા અને સ્વતંત્રતા માટે લડત આપો.
સામાજિક અન્યાય સામે અવાજ ઉઠાવો.
જાતિપ્રથા અને પુરાતન પધ્ધતિઓનું નકામું ગૌરવ છોડો.
તમારા આચરણથી જ બતાવશો કે તમે બાબાસાહેબના અસલી અનુયાયી છો. નહીં તો તમે માત્ર એક દિવસના પાખંડીઓ જ ગણાશો. પ્લાસ્ટર કરી દેવાના શબ્દોથી નહીં, તમારી ક્રિયાઓથી બાબાસાહેબના વિચારોને જીવંત કરો!
લી.. @msbagda41

0 ટિપ્પણીઓ