રાપર: તાજેતરમાં યોજાયેલી NEET પરીક્ષામાં પેપર લીકની ઘટના અંગે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે આજે રાપરમાં ડો. બાબાસાહેબ આંબેડકર યુવા ગ્રુપ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી રેલી યોજી મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા બાદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં NEET પેપર લીક મામલે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓને સખત સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં યુવા ગ્રુપના સભ્યો, મિત્રો અને જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આયોજકોએ જણાવ્યું હતું કે, આ મુદ્દો માત્ર થોડા વિદ્યાર્થીઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ દેશના દરેક વિદ્યાર્થીના ભવિષ્ય સાથે જોડાયેલો છે. શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

0 ટિપ્પણીઓ