પોલીસથી બચવા લોકો કેવા કેવા કીમિયા અપનાવે છે, પણ આડેસર પોલીસની બાઝ નજરથી બચવું મુશ્કેલ છે. કચ્છ પૂર્વના આડેસર પોલીસ સ્ટેશનની ટીમે વાહન ચેકિંગ દરમિયાન પોતાના 'શોખ' ખાતર બાઈક પર દારૂની ખેપ મારતા એક શખ્સનો પ્લાન સદંતર નિષ્ફળ બનાવ્યો છે.
ગત તા. ૨૨/૦૭/૨૦૨૬ના રોજ આડેસર ચેકપોસ્ટ પર ફરજ બજાવતા કોન્સ્ટેબલ અરવીંદભાઈ ચૌધરી અને તેમની ટીમને બાતમી મળી હતી કે એક શખ્સ બાઈક (GJ.39.E.9251) પર દારૂ ભરીને ભચાઉ તરફ જઈ રહ્યો છે. પોલીસે પણ વગર વિલંબે વોચ ગોઠવીને રાધનપુર તરફથી આવતા અમરત લક્ષ્મણભાઈ નાયક (બજાણીયા) નામના ૨૬ વર્ષીય યુવાનને અટકાવ્યો હતો.
જ્યારે પોલીસે તેના બાઈકની પાછળ લટકાવેલા ગ્રે કલરના થેલાની તલાશી લીધી, ત્યારે અંદરથી રોયલ સ્ટેગ અને મેજિક મોમેન્ટ્સના કુલ ૩૩ શીલબંધ ક્વાર્ટર નીકળ્યા હતા! પંચોની હાજરીમાં પૂછપરછ કરતા તેણે નિખાલસતાથી કબૂલ્યું કે આ દારૂ તેણે રાધનપુરના અરવીંદ ઠાકોર પાસેથી રૂ. ૫૦૦૦ રોકડા આપીને પોતાના 'પીવા માટે' ખરીદ્યો હતો. પણ બિચારાનો પીવાનો પ્લાન પૂરો થાય તે પહેલાં જ આડેસર પોલીસે તેના પર પાણી ફેરવી દીધું!
પોલીસે રૂ. ૪૯૫૦ની કિંમતનો દારૂ જપ્ત કરી, દારૂ સપ્લાય કરનાર વોન્ટેડ અરવીંદ ઠાકોર અને પકડાયેલા આરોપી બંને વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટની કલમ ૬૫(a)(a), ૧૧૬-B અને ૮૧ મુજબ ગુનો નોંધીને કાયદેસરની 'સરભરા' શરૂ કરી
છે.
0 ટિપ્પણીઓ