લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ, રાપર પોલીસે આરોપીની અટકાયત કરી તપાસ આગળ ધપાવી

 રાપર વિસ્તારમાં સગીર વયની દીકરીનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. રાપર પોલીસમાંથી મળેલી વિગતો મુજબ અયોધ્યાપુરી વિસ્તારમાં રહેતી સગીરાને હેત સોમગીરી ગોસ્વામી નામના યુવાને લગ્નની લાલચ આપી ફોસલાવી ગત 16 જાન્યુઆરીના રોજ ભગાડી ગયો હતો.

ભોગ બનનાર સગીરા પરત આવતા તેણે પોતાની સાથે થયેલી ઘટના અંગે માતાને જાણ કરી હતી. સગીરાની માતાએ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 137(1), 87, 64(1) તેમજ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ આગળ ધપાવી છે. કેસના તમામ પાસાઓની ગંભીરતાપૂર્વક તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ