ગાંધીધામમાં બાળ સુરક્ષાને લઈને ફરી એક ગંભીર ઘટના સામે આવી છે. રેડક્રોસ ચાર રસ્તા નજીક બપોરના સમયે જાહેરમાં બે નાની બાળકી સાથે એક શખ્સે અશોભનીય વર્તન કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ દ્રશ્ય જોઈ આસપાસના લોકો પણ સ્તબ્ધ રહ્યા હતા.
પ્રાપ્ત જાણકારી મુજબ રમેશ બાબુ દેવીપૂજક નામના વ્યક્તિએ રસ્તેથી પસાર થતી બાળકીઓ સાથે છેડતી કરી અને બાદમાં સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાથી ડરી ગયેલી બાળકી રડતી હાલતમાં ઘરે પહોંચી પરિવારને સમગ્ર વાત કહી હતી.
પરિવારજનો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, ખાસ કરીને વાલીઓમાં અસંતોષ ફેલાયો છે. આ બનાવે ફરી એકવાર શહેરની બાળ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
1 ટિપ્પણીઓ
lakhabhaikoli143@gmail.com
જવાબ આપોકાઢી નાખો