જુના કટારીયા ગામમાંથી લાકડીયા પોલીસે દારૂનો જથ્થો ઝડપ્યો





 એક આરોપી પકડાયો, એક ફરાર – કુલ મુદામાલ રૂ.૬.૬૧ લાખનો કબ્જે


ભચાઉ તાલુકાના જુના કટારીયા ગામમાં લાકડીયા પોલીસે સફળ રેડ કરી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પુર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ લાકડીયા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી હકિકતના આધારે જુના કટારીયા ગામના દેવલઆઈ વાસ વિસ્તારમાં રેડ કરી હતી. આ દરમ્યાન હીરા મેઘા ભરવાડના મકાન આગળ ઊભેલી સ્વિફ્ટ કાર (GJ-12-CG-5364)માંથી ૭૫૦ એમ.એલ.ની ૨૧૬ બોટલ વિદેશી દારૂની મળી આવી હતી, જેની કિંમત આશરે રૂ.૧.૫૧ લાખ જેટલી થાય છે.


આ ઉપરાંત કાર અને મોબાઈલ સહિત કુલ રૂ.૬,૬૧,૨૦૦નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. હીરા મેઘા ભરવાડ (ઉંમર ૨૨, રહેવાસી જુના કટારીયા)ને પોલીસે ઝડપી લીધો છે, જ્યારે તેનો સાથી ભગવાનભાઈ ભનુભાઈ ભરવાડ (રહેવાસી બાલાસરી, તા. રાપર) ફરાર છે.


આ મામલે ગુજરાત પ્રોહિબીશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ લાકડીયા પોલીસ કરી

 રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ