"પાંચ વર્ષથી ભાગી રહેલો ચોરીનો આરોપી આખરે પકડાયો"

 


પૂર્વ કચ્છના "Mission Fugitive" અભિયાન હેઠળ એલ.સી.બી. ગાંધીધામે પાંચ વર્ષથી ફરતો ફરતો અંજાર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના આરોપી માલુ દિતા પારઘી (ગરમવા, ગરબાડા, દાહોદ) જામનગર જિલ્લાના દલતુંગીમાંથી ઝડપી લીધો. પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. ચુડાસમા, પી.એસ.આઈ. ડી.જી. પટેલ તથા એલ.સી.બી. ટીમે આ કાર્યવાહી સફળતાપૂર્વક પાડી હતી. આરોપીને કાયદેસર કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ