રાપર તાલુકાના ટગા ગામે જમીન વિવાદને લઈને મારામારીની ઘટના બની હતી. વરણુ ગામના મેમુદ રમજાન ભટ્ટીએ આ મામલે આડેસર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, લેન્ડ ગ્રેબિંગની અરજી હેઠળની જમીન અંગે ટગા ગામના મુબારક હાસમ હીંગોરજાએ ફરિયાદીને “તું અહીં કેમ આવ્યો?” કહી ગાળો આપી, પોતાની અલ્ટો કારમાંથી લાકડી કાઢી હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદીને ઈજાઓ થતા પોલીસમાં ગુનો દાખલ કરાયો છે.
The Menu of this blog is loading..........
0 ટિપ્પણીઓ