રાપરના સમાવાસ વિસ્તારમાં પોલીસનો દરોડો: પાંચ જુગારીઓ રંગેહાથ ઝડપાયા, રૂ.64,300નો મુદ્દામાલ કબજે

 

રાપર શહેરના સમાવાસ વિસ્તારમાં ગઢવીની દુકાન પાછળની શેરીમાં જુગાર રમતા પાંચ જુગારીઓને રાપર પોલીસે રંગેહાથ ઝડપ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.11,300 રોકડ, ચાર મોબાઇલ ફોન અને એક બાઇક મળી કુલ રૂ.64,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


પીઆઈ જે.બી. બુબડીયાના માર્ગદર્શન હેઠળ ગુરુવારે બપોરે પેટ્રોલિંગ દરમ્યાન બાતમીના આધારે પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી આમીન હમીરભાઈ ઘાંચી, હનિફશા કાસમશા શેખ, મુસ્તાક અલીઅકબરશા શેખ, અબ્દુલ અલીઅકબરશા શેખ અને લાલા ભવાનભાઈ રાઠોડ જુગટું રમતા હાલતમાં ઝડપાયા હતા. તમામ સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ