ચિત્રોડ ગામમાં નકલી કોલગેટ બનાવવાની ફેક્ટરી પકડાઈ. ગાગોદર પોલીસે PI વી.એ. સેંગલની આગેવાનીમાં દરોડો પાડતા નકલી ટૂથપેસ્ટ બનાવતી પ્રવૃત્તિ સામે આવી. કંપનીના તપાસકર્તાઓએ સ્થળની તપાસ કરતા હકીકત જાહેર થઈ.
પોલીસની તપાસમાં સામે આવ્યું કે, ચિત્રોડના સરકારી દવાખાનાની બાજુમાં આવેલી દુકાનમાં ચાર શટરના શોપિંગ સેન્ટરમાં નકલી કોલગેટ બનાવવા માટે સાધન સામગ્રી રાખી હતી. કુલ 9,43,474 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.
આ મામલે નકલી માલ બનાવવાનો કૌભાંડ અને કોપીરાઈટ ભંગ સાથે ગ્રાહકોના સ્વાસ્થ્યને જોખમ પહોંચાડતા ચિત્રોડ ગામના રાજેશભાઈ ડાયાભાઈ મક્વાણા, નલિયા ટીમ્બોના સુરેશભાઈ મહેશભાઈ ઉમટ, નટવરભાઈ અજાભાઈ ગોહિલ અને નરપત ઉર્ફે નરુ ડાયાભાઈ મક્વાણા સામે ગુનો નોંધાયો. અગાઉ રાજેશ અને સુરેશને ઝડપી કાર્યવાહી કરીને અટકાવવામાં આવ્યા હતા.
અધિકારીઓએ ગ્રાહકોને સતર્ક રહેવા અને માત્ર સત્તાવાર દુકાનોમાંથી જ ટૂથપેસ્ટ ખરીદવાની ચેતવણી આપી
છે.
0 ટિપ્પણીઓ