ગાંધીધામ “A” ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે ગુપ્ત માહિતીના આધારે ખોડીયારનગર ઝૂંપડા વિસ્તારમાં દરોડો પાડી ઇરફાન જુમાભાઈ રાયમા (ઉંમર 21)ને ગેરકાયદે નશીલા પદાર્થો સાથે ઝડપી લીધો હતો. પોલીસે સ્થળ પરથી 5.203 કિલોગ્રામ ગાંજો તથા નાની-નાની 146 ઝીપવાળી કોથળીઓ મળી કુલ ₹92,030નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
તપાસમાં સામે આવ્યું કે આરોપી ગાંજાનું વેચાણ નાના પેકેટમાં કરી રહ્યો હતો. આ કાર્યવાહી પોલીસ દ્વારા ચાલી રહેલા “Say No To Drugs” અભિયાનના ભાગરૂપે કરવામાં આવી હતી. દરોડા દરમ્યાન ઇરફાનને પકડી પાડવામાં આવ્યો, જ્યારે તેનો સાથીદાર મુકેશ પિન્ટુ યાદવ (રે, વરસામેડી) હાલ ફરાર છે.
પકડાયેલા આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. આ સફળ રેઇડમાં ગાંધીધામ “A” ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. ચૌધરી, સબ ઇન્સ્પેક્ટર એમ.એ. જાડેજા અને સર્વેલન્સ સ્ટાફની ટીમની મહત્વની ભૂમિકા રહી હ
તી.

0 ટિપ્પણીઓ