પીઆઈ એસ.વી. ગોજીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે મસાજ સેન્ટરોની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. એ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડતા બહારના રાજ્યોમાંથી બોલાવવામાં આવેલી ચાર મહિલાઓ અને ગ્રાહકો અંદરથી મળી આવ્યા હતા.
પોલીસે સંચાલક રવિભાઈ રાણાભાઈ મહેશ્વરી અને તેના સાથીદારો વિરૂદ્ધ ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. જ્યારે મહિલાઓને દેહવ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાંથી મુક્ત કરાવાઈ છે.
ધ્યાન આપવા જેવી વાત એ છે કે, ગાંધીધામ વિસ્તારમાં મસાજ સેન્ટરોની આડમાં દેહવ્યાપારના કિસ્સા અગાઉ પણ અનેકવાર બહાર આવી ચૂક્યા છે. હવે લોકોમાં માંગ ઉઠી છે કે આવી પ્રવૃત્તિઓ પર કડક અને અસરકારક કાર્યવાહી થવી જોઈએ.

0 ટિપ્પણીઓ