અંજારમાં 20 લાખથી વધુનું હેરોઇન ઝડપાયું

 

અંજાર તાલુકાના વરસામેડી સીમ વિસ્તારમાં નશાબંધી અભિયાન હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાઓ અનુસાર એલ.સી.બી. ટીમે દરોડો પાડી 41.45 ગ્રામ હેરોઇન સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા આરોપી નિર્મલસિંઘ સોહનસિંઘ મજબી (શીખ), મૂળ પંજાબના તરનતારન જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેની પાસેમાંથી હેરોઇન સાથે બે મોબાઈલ ફોન, રોકડ રૂપિયા અને મળી કુલ 20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લેવાયો છે. જ્યારે તેનો સાથી અંગ્રેજસિંઘ હાલ ફરાર છે. આ કાર્યવાહી પોલીસ ઇન્સપેક્ટર એન.એન. ચુડાસમા, પી.એસ.આઇ. ડી.જી. પટેલ તથા એલ.સી.બી.ની ટીમ દ્વારા સફળતાપૂર્વક અંજામ આપવામાં આવી હતી.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ