રાપર: સોમાનીવાંઢમાં ઠંડુ જમવાનું આપવા મામલે પતિએ પત્નીને માર માર્યો

 રાપર તાલુકાના સોમાનીવાંઢમાં ગઈકાલે બપોરે પત્નીએ જમવાનું ઠંડુ આપ્યું હોવાના કારણે પતિએ ગુસ્સે ચડી લાકડી વડે મારપીટ કરી ઇજાઓ પહોંચાડતાં પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે. મળતી માહિતી મુજબ, ગાગોદર પોલીસ મથક ખાતે જમનાબેન જયંતિભાઈ કોલી દ્વારા નોંધાવાયેલી ફરિયાદમાં જણાવાયું હતું કે બપોરે પતિ જયંતિભાઈ નોકરી પરથી ઘરે આવ્યા હતા. ત્યારે ફરિયાદીએ જમવાનું પીરસતાં જ, “જમવાનું કેમ ઠંડુ આપ્યું?” કહી આરોપીએ તેમને ગાળો આપી લાકડી વડે પગ, હાથ, પીઠ અને માથાના ભાગે ફટકાર્યો હતો. એટલું જ નહીં, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ બાદ ગાગોદર પોલીસે આરોપી પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ