રાપર : સલારી નાકા નજીક જમીનના સોદા બાબતે વિવાદ સર્જાતા મારામારી સુધી વાત પહોંચી હતી. ફરિયાદી ભવાનભાઈ જેરામભાઈ રાવરિયાએ પોલીસને જણાવ્યું કે, આરોપી વિશન ખીમાભાઈ રાવરિયાની માતા દ્વારા કરાયેલો જમીન સોદો રદ થતા આરોપી મનદુઃખ રાખી બેઠો હતો. આ દરમ્યાન આરોપીએ ફરિયાદીને અપશબ્દો કહી થપ્પડ મારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી. ઘટનાને લઈને રાપર પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
The Menu of this blog is loading..........
0 ટિપ્પણીઓ