ભચાઉ તાલુકાના લાકડીયા પોલીસને મોટી સફળતા મળી છે. પવનચક્કીમાંથી કોપર વાયર ચોરીના ગુનામાં સામેલ ચાર શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
લાકડીયા પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર નં-૧૧૯૯૩૦૧૧૨૫૦૨૪૧/૨૦૨૫ હેઠળ બી.એન.એસ કલમ-૩૦૫, ૩૩૧(૪), ૩૨૪(૪), ૫૪ મુજબ ગુનો નોંધાયો હતો. ફરીયાદ મુજબ, ચાંન્દ્રોડી અને ખોડાસર સીમમાં આવેલી પવનચક્કીના દરવાજાના લોક તોડી અંદરથી અલગ-અલગ સાઇઝના કોપર વાયરની ચોરી કરવામાં આવી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એમ. જાડેજાની આગેવાનીમાં હ્યુમન સોર્સિસ આધારે તપાસ હાથ ધરતા, પોલીસે ચાર આરોપીઓને પકડી પાડ્યા.
પકડાયેલા આરોપીઓ:
૧. શાંતીલાલ ઉર્ફે શાનીયો રામજી કોલી (ઉ.વ. ૩૨, રહે. સેક્ટર-૦૫ આધોઈ)
૨. હરેશ રામસી સાલાણી (કોલી) (ઉ.વ. ૨૨, રહે. સેક્ટર-૦૫ આધોઈ)
૩. નરેશ નથુભાઇ કોલી (ઉ.વ. ૨૩, રહે. કોલીવાસ ખોડાસર)
૪. દેસરા ચોંડાભાઇ કોલી (ઉ.વ. ૨૯, રહે. કોલીવાસ ખોડાસર)
કબ્જે કરાયેલ મુદામાલ:
કોપર વાયર ૧૩૦ કિગ્રા, કિંમત રૂ. ૭૮,૦૦૦/-
વાયર કાપવા ઉપયોગમાં લેવાયેલા કટર ૨ નંગ, કિંમત રૂ. ૪૦૦/-
ડીસમીસ ૧ નંગ
કુલ મૂલ્ય રૂ. ૭૮,૪૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

0 ટિપ્પણીઓ