ગૂગલની નવી એપ Gemini 2.5 Flash Image હાલમાં સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ બની રહી છે. લોકો આ એપ દ્વારા પોતાના ફોટાને ચમકદાર 3D કે કાર્ટૂન જેવા રૂપમાં બદલીને ઇન્સ્ટાગ્રામ અને X પર શેર કરી રહ્યા છે. પરંતુ હવે પોલીસ વિભાગે આ પર ગંભીર ચેતવણી આપી છે.
પંજાબના જાલંધર ગ્રામિણ પોલીસે જાહેર કરેલા સંદેશમાં જણાવ્યું છે કે, Gemini એપના ટર્મ્સ એન્ડ કન્ડિશન મુજબ વપરાશકર્તાના ફોટાનો ઉપયોગ તાલીમ હેતુ માટે થઈ શકે છે. જેના કારણે વ્યક્તિગત ડેટા લીક થવાની, ફોટાનો દુરુપયોગ થવાની તેમજ સાયબર ક્રાઈમ કે છેતરપિંડી થવાની શક્યતા વધી શકે છે. પોલીસએ નાગરિકોને વિનંતી કરી છે કે આવા એપનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખે.
સોશિયલ મીડિયામાં હાલ એક યુવતીનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે આંસુઓ સાથે જણાવી રહી છે કે AI દ્વારા બનાવેલા તેના ફોટાનો લોકો એડિટ કરીને ખોટી રીતે ફેલાવી રહ્યા છે. આ કારણે તેનો સામાજિક જીવન ખરાબ થઈ ગયું છે અને તે માનસિક તણાવમાંથી પસાર થઈ રહી છે.
Video Link 👇
https://www.instagram.com/reel/DKoNBPFOMIQ/?igsh=MW56cGxwbHpvMDJyYg==
આ એપનો ઉપયોગ લોકો ફક્ત પોતાના ફોટા માટે જ નહીં પરંતુ પાલતુ પ્રાણી, સેલિબ્રિટી અને રાજકીય નેતાઓના ફોટા બનાવવા માટે પણ કરી રહ્યા છે. ઓનલાઈન સમુદાયે તો આ પ્રકારના ફોટાને રમૂજી રીતે “નેનો બનાના” નામ આપ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, આનંદ માટે બનાવેલા આવા ફોટા તમને ભવિષ્યમાં મોટા જોખમમાં મૂકી શકે છે, તેથી સાવચેત રહેવું જરૂરી છે.

0 ટિપ્પણીઓ