મોબાઈલ ફોન જોવા બાબતે રાપરનાં સમાવાસમાં રહેતા રામજીભાઈ ભુરાભાઈ કોળીએ ગામમાં જ રહેતા આરોપી સુરેશ રામજીભાઈકોળી, અજયસુરેશભાઈકોળી અને દીપા હરિભાઈ કોળી સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીનાં દિકરા સાથે મોબાઈલ જોવા બાબતે આરોપી અજય સાથે બોલાચાલી બાદ ઝગડો થયો હતો. જેથી ફરિયાદીઅને તેની બહેન જીવતીબેન ભુરાભાઈ કોળી આરોપીઓનાં ઘરે જઈ તેમને ઠપકો આપ્યો હતો.
જે બાબતનું મનદુ:ખ રાખી ત્રણેય આરોપીએ ફરિયાદી અને તેમની બહેન જીવતીબેન પર લોખંડનાં પાઈપ અનેછરી વડે હુમલો કર્યો હતો. જેમાં જીવતીબેનને માથાનાં ભાગે પાઈપ ફટકારી અને ફરિયાદીને ધકબુસટનો માર મારી ઈજાઓ પહોંચાડી હતી. જેથી ભચાઉ પોલીસે ત્રણેય આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

0 ટિપ્પણીઓ