રાપર તાલુકાના ડાભુંડા ગામે રાપર પોલીસ દ્વારા જુગારધામ પર દરોડો પાડી ચાર શખ્સોને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે ત્રણ આરોપીઓ નાશી જવા માંડયા હતા. આ કાર્યવાહી પૂર્વ કચ્છના અધિક્ષક શ્રી સાગર બાગમાર તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા (ભચાઉ વિભાગ)ના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.બી. બુબડીયા અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
પેટ્રોલિંગ દરમ્યાન ખાનગી બાતમીના આધારે ડાભુંડા ગામે નીરુભા ચમનજી પીરની વાડીએ ખુલ્લામાં તીનપત્તીનો જુગાર રમાતા હોવાથી રાપર પોલીસ ત્યાં દરોડો પાડ્યો હતો.
ઝપાટામાં ઝડપાયેલ આરોપીઓ:
1. નિરુભા ચમનસિંહ પીર (ઉ.વ. 35) – ડાભુંડા
2. જુવાનસિંહ ટપુભા જાડેજા (ઉ.વ. 42) – ડાભુંડા
3. નારણસિંહ હરીસિંહ સોઢા (ઉ.વ. 55) – ડાભુંડા
4. રમણીક ભચાભાઇ કોલી (ઉ.વ. 27) – ડાભુંડા
નાશી ગયેલા આરોપીઓ:
5. નવિન છગન કોલી – ડાભુંડા
6. કેસુભા ચમજી સોઢા – ડાભુંડા
7. જીવણ ભગુ ભરવાડ – ડાભુંડા
કબ્જે કરાયેલ મુદામાલ:
રોકડ રકમ: ₹55,450/-
4 મોબાઇલ ફોન: અંદાજીત કિંમત ₹25,000/-
1 મોટરસાઇકલ: અંદાજીત કિંમત ₹15,000/-
કુલ મુદામાલ: ₹95,450/-
આ સમગ્ર કામગીરી PI શ્રી જે.બી. બુબડીયા અને રાપર પોલીસ સ્ટાફ દ્વારા અંજામ અપાઈ હતી. નાસી ગયેલા ત્રણ આરોપીઓ સામે પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે અને કાયદેસર કાર્યવાહી ચાલુ છે.

0 ટિપ્પણીઓ