વિવાદ બાદ નિર્ણય: ચિત્રોડ ધામનું સંચાલન હવે નવા ટ્રસ્ટીઓના હાથે

 





ચિત્રોડ, તા. ૩૧ જુલાઈ:

વાગડનું પ્રખ્યાત યાત્રાધામ અને દલિત સમાજના શ્રદ્ધા કેન્દ્ર તરીકે ઓળખાતું ચિત્રોડ ધામ, જે સંત ત્રિકમ સાહેબ સાથે સંકળાયેલું પવિત્ર સ્થાન છે, તેના સંચાલન બાબતે વર્ષોથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. આજે ચિત્રોડ ખાતે યોજાયેલી સામાન્ય સભામાં નવા ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી હતી.


આ સામાન્ય સભા માટે ગુજરાતભરના દલિત સમાજના અગ્રણીઓ, વિશાળ સંખ્યામાં ભક્તો અને ચિત્રોડના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સભાનું નેતૃત્વ સામાજિક આગેવાન અશોકભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.


સભામાં જણાવવામાં આવ્યું કે હાલના સંચાલકો દ્રારા:


દાયકાઓથી ચાલતી પરંપરાનું ઉલંઘન કરાયું છે,


સંચાલન પદ્ધતિ યોગ્ય ન હોવાનું જણાયું છે,


અને મુદત પૂરી થયા છતાં કોઈ મીટીંગ કર્યા વગર પોતાના સમર્થકોને ટ્રસ્ટી બનાવવાનો પ્રયાસ કરાયો છે.



સામાન્ય સભા શરૂ થવાનાં પહેલાં હાલના સંચાલકો જગ્યા છોડી નાસી ગયાનું પણ સામેથી સામે આવ્યું હતું, જેના કારણે સમાજમાં નારાજગી જોવા મળી હતી.


નવા ટ્રસ્ટી પેનલની રચના


આ સ્થિતિને પહોંચી વળવા અને જગ્યા પર સમાજની ધાર્મિક અને આધ્યાત્મિક પરંપરાનું યોગ્ય રીતે સંચાલન થાય એ હેતુથી:


નવા ટ્રસ્ટીઓની નિમણૂક માટે સામાન્ય સભામાં ઠરાવ લેવામાં આવ્યો.


અશોકભાઈ રાઠોડને ચિત્રોડ જગ્યા માટે નવા સંચાલક તરીકે સર્વસંમતિથી પસંદ કરવામાં આવ્યા.


આજથીજ નવા ટ્રસ્ટીઓએ જગ્યાનું સંચાલન સમકારી લીધું છે.



ઠરાવ મુજબ કાર્યવાહી થશે


સભામાં લેવાયેલા મહત્વના ઠરાવોમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થયો છે:


1. નવા ટ્રસ્ટીઓ તથા સંચાલકનો રજીસ્ટાર કચેરીમાં સત્તાવાર ફેરફાર રિપોર્ટ રજૂ કરવો.



2. ભૂતપૂર્વ સંચાલકોએ સાત દિવસની અંદર જગ્યા સંબંધિત તમામ ચીજવસ્તુઓ, દસ્તાવેજો તથા ચાવીઓ સોંપવી પડશે.



3. જો આ હસ્તાંતરણ ન થાય તો સમાજ કાયદેસર પગલાં લેવા મજબૂર બનશે.




વિશાળ ઉપસ્થિતિ સાથે સંમેલન સફળ


આ મહત્વપૂર્ણ સામાન્ય સભામાં ભચાઉ, રાપર સહિત સમગ્ર કચ્છ અને ગુજરાતભરના આગેવાનો, સમાજજનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


ચિત્રોડ યાત્રાધામના સુનિયોજિત સંચાલન અને પરંપરા આધારિત વ્યવસ્થાપન માટે આજે લેવાયેલો આ નિર્ણય સમાજ માટે દિશા સૂચક બને તેવો માનવામાં આવી રહ્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ