આડેસર ગામના ખરાવાસમામાં પોલીસ દ્વારા યોજાયેલ દરોડામાં સ્ટેટ લાઈટના અજવાળે પૈસા લઈને હારજીતના જુગારમાં મશગુલ 8 વ્યક્તિઓ ઝડપાયા હતા. જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ એસ.આર.પી. અને સ્થાનિક સ્ટાફની હાજરીમાં આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
પોલીસે સ્થળ પરથી રોકડ રૂ. 25,200/-, 7 મોબાઈલ ફોન કિંમત રૂ. 35,000/- અને 52 તાશના પત્તા મળી કુલ રૂ. 60,200/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પકડાયેલા આરોપીઓના નામ:
1. હરેશભાઈ રામાભાઈ આહીર
2. શૈલેષભાઈ રામાભાઈ આહીર
3. હરેશભાઈ વાલાભાઈ આહીર
4.અરજણભાઈ ખોડાભાઈ આહીર
5. બાલુભાઈ ખોડાભાઈ આહીર
6. શૈલેષભાઈ ખેંગાભાઈ આહીર
7. ભરતભાઈ કાનાભાઈ આહીર
8. લાલજીભાઈ જેરામભાઈ મારાજ
આ કાર્યવાહી પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ. વાળા તથા આડેસર પોલીસ સ્ટાફ દ્વારા સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

0 ટિપ્પણીઓ