મે.પોલીસ મહાનિરિક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓએ જિલ્લામાં પ્રોહી -જુગા૨ની બદી નેસ્ત-નાબુદ કરવા સારુ પ્રોહી-જુગારના કેસો શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા સારૂ આપેલ સુચના અન્વયે પોલીસ ઇન્સપેક્ટરશ્રી જે.એમ.જાડેજા લાકડીયા પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ લાકડીયા પોલીસ સ્ટાફના માણસો પ્રા.વાથી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે જુના કટારીયા ગામમાં આવેલ બહુચરમાંના મંદીર પાસે આવેલ ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા પકડી પાડી તેની વિરુધ્ધ લાકડીયા પોલીસ સ્ટેશનમાં જુગારધારા એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ તજવીજ હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીઓ:-
(૧) બચુ હાથીભાઈ કોલી ઉ.વ-30 ૨હે.જુના કટારીયા તા.ભચાઉ
(૨) ગોવિંદ ઉર્ફે પપ્પુ મોહન કોલી ઉ.વ-૨૯ ૨હે. જુના કટારીયા તા.ભચાઉ
(૩)દિનેશ ક૨સન ભાવાડ ઉ.વ-૩૦ ૨હે.ભ૨વાડવાસ જુના કટારીયા તા.ભચાઉ
(૪) સિરાજ સુલેમાન રાઉમા ઉ.વ-૨૪ ૨હે-જુના કટારીયા તા.ભચાઉ
કબ્જે કરેલ મુદામાલની વિગત:-
(૧)રોકડા રૂપીયા:- ૧૦,૩૫૦/-
(૨)ગંજીપાના નંગ.- પ૨ કિ.રૂા.00/00
મુદામાલની કુલ કિંમત રૂપિયા- ૧૦,૩૫૦/-
આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ.જાડેજા તથા લાકડીયા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

0 ટિપ્પણીઓ